December 02, 2017

The Real Lady Fighter ચંદ્રિકા સોલંકી

By Jigar Shyamlan ||  28 Oct 2017 



ચાણક્યે શિક્ષકોની ક્ષમતા વ્યાખ્યાયિત કરતા એક પ્રસિધ્ધ વાક્ય લખ્યું છે.
" शिक्षक कभी साधारण नही होता, प्रलय और निमाँण उस की गोद में बसते है ।"
હાલ આ વાકયના શબ્દે શબ્દને યથાથઁ ઠેરવી રહ્યા છે કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિના મહિલા અગ્રણી ચંદ્રિકા સોલંકી.
જેઓ છેલ્લા દોઢ વર્ષથી આશાવર્કર અને આંગણવાડી કર્મચારીઓ માટે આંદોલન ચલાવી રહ્યા છે.
સામાન્ય રીતે આવા આંદોલનો અને ચળવળ ચલાવતા લોકોનુ મોરલ તોડી પાડવા એવા કટાક્ષ કરવામાં આવે છે કે આ તો બધા નવરા છે.
પણ આશા વકઁર, આંગણવાડી વકઁર અને ફિક્સ પગાર કમઁચારીઓના અધિકારો માટે સરકાર સામે બાંયો ચઢાવી પોતાની તાકાતનો પરચો આપનાર કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિના મહિલા અગ્રણી ચંદ્રિકા સોલંકી પોતે છોટાઉદેપુર જિલ્લાના કોટાલી ગામમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.
મહત્વની વાત એ છે કે તેઓ પોતાની નોકરીની પરવા કયાઁ વિના છેલ્લા દોઢ વષઁથી ASHA (Accredited Social Health Activist) આશાવર્કર અને આંગણવાડી કર્મચારીઓ અને ફિક્સ પગાર કમઁચારીઓના અધિકારો માટે આંદોલન ચલાવી રહ્યા છે
હજી હમણાં જ ચાર મહિના પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચંદ્રિકા સોલંકીને સવગુણ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપ્યો હતો.
તાજેતરમાં કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિ વતી વિરોધ પ્રદઁશિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બંગડીઓ ફેકી હતી. જે બદલ ચંદ્રિકા સોલંકી સાથે વિરોધ પ્રદઁશન કરી રહેલા 49 આશાવર્કર અને રજનીકાંત સોલંકી ની અટકાયત કરી હતી.
સરકાર સામે અધિકારોની માંગ સાથે અવાજ ઉઠાવી રહેલ ચંદ્રિકા સોલંકીને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
હવે જાતજાતના દબાણ કરી આંદોલનના અવાજને દબાવવાના પ્રયાસ કરવામા કરવામાં આવશે. પણ મિજાજ જોતા લાગે છે સરકાર ઝૂકાવી નહી શકે.
કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિના મહિલા અગ્રણી અને ગુજરાતના સિંહણ ચંદ્રિકા સોલંકીને મારો પુરો સપોટઁ છે.
#I_Support_Real_Lady_Fighter
#I_Support_Chandrika_Solanki
- જિગર શ્યામલન

No comments:

Post a Comment