2002માં થયેલા ગુજરાતમાં મુસ્લિમ વિરોધી રમખાણોમાં હિંદુત્વવાદી સંગઠનો એ જે રીતે માનવતાને જાહેરમાં રોવળાવી તેની કલ્પના માત્ર થી દરેક માનવતાવાદી લોકો ના હૃદય કંપી ઉઠે છે... 
જેમાં તે લોકોએ મુખ્ય ઉપયોગ અનુસૂચિતજાતિ અને ઓબીસી(શુદ્ર) ટૂંકમાં કહેવાતી પછાત જાતિઓનો જ ભરપૂર ઉપયોગ કર્યો.. અને તમે અતિજુસ્સા સાથે તેમના માટે ઉપયોગી બન્યા. ટૂંકમાં લઘુમતીને લઘુમતી સાથે ટકરાવાઈ... 
અને તે સંગઠનો ભરેલા તળાવમાંથી કોરા નીકળ્યા.. 
તબાહ દલિતો અને મુસ્લિમો થયા.. બંને સમાજમાં આવેલા મજબૂત ભાઈચારાને એક જ દિવસમાં તોડી પાડવાનો તેમનો પ્રયત્ન કામિયાબ રહ્યો... 
મુસ્લિમ બાળકો, મહિલાઓ અને ઘરડાઓની ચિચિયારીઓ થી આખું વિશ્વ થંભી ગયું. જીવતા સળગાવ્યા બાળકો હોય કે ગર્ભવતી મહિલાઓ... બસ તે લોકોનો નારો જ એ હતો કે "કોઈ ને બક્ષવામાં નહીં આવે" 
બળાત્કાર, લૂંટફાટ, હત્યાઓ, લોહીની નદીઓ સામાન્ય થઈ ગઈ હતી.. ઠેર ઠેર લાશોના ઢગલા.. અને એ લાશો પર હિંદુત્વવાદી ભગવો ઝંડો દરેક જણમાં એ બીક પેસાડતો ગયો.. 
પણ જ્યારે તેજ ભગવા ઝંડાએ 14 વર્ષ બાદ તમને જ ઉઘાડા કરીને પટ્ટા માર્યા.. ત્યારે તમારી આંખ ઉઘડી..તમને ખ્યાલ આવ્યો કે હકીકતમાં અમે હિંદુ છીએ જ નહીં... અને હજુ જો તમારામાં કેટલાકને હિંદુ હોવાનો ગર્વ હોય તો તમારાથી મૂર્ખ કોઈ નથી. 
પણ એ સંગઠનો પણ એટલું યાદ રાખીલે કે હજુ માનવતાએ પોતાના ગર્ભમાં કોપર ટી નથી મુકાવ્યો તે હંમેશા આવા અમાનુષી અત્યાચારો સામે વિદ્રોહીઓ ક્રાંતિપુરુષો પેદા કરશે જ.. મનુવાદ, જાતિવાદ સામે લોહીથી નહીં પણ સહી થી લડત આપશે અને એક નવી ઐતિહાસિક ક્રાંતિ કરશેે.... 
એ મનુવાદ જાતિવાદ સંઘવાદ તેરે ખિલાફ બઘાવત જીંદબાદ..... 
આવાઝ દો... હમ એક હૈ... 
જય જયજય જયજય ભીમ 
-અપૂર્વ અમીન
 

 
 
No comments:
Post a Comment