December 13, 2017

જેટલી હોંશથી આરક્ષણનો લાભ લઈ રહ્યા છો તેટલી જ હોંશથી કોક દિવસ બાબા સાહેબને પણ યાદ કરો

By Jigar Shyamlan ||  6 December 2017 at 09:10 






માની લો કે તમને એક અંધારી કોટડીમાં પરાણે પૂરી રાખવામાં આવ્યા છે. મજબૂરી એ કે કોટડીની બહાર નિકળી શકતા નથી. એ કોટડી જ તમારી ઓળખાણ છે, વજૂદ છે અને કદાચ ભવિષ્ય પણ.. તમારા પૂવઁજો, તમારા પરદાદા, દાદા અને તમારા પિતા સૂધ્ધા એ કોટડીમાં રિબાઈ રિબાઈને દમ તોડી ચૂક્યા છે. તમારી પાસે કોટડીથી આઝાદ થવાની શક્તિ નથી. આવા સમયે કોઈ માણસ એક નાયકની આવીને તમને કોટડીની કેદમાંથી છોડાવવા કમ્મર કસે છે, અને એક યુધ્ધ કરીને તમને સદાને માટે કોટડીની કેદથી મુક્ત કરાવે છે. હવે તમે સદાયને માટે આઝાદ બનો છો.




આઝાદ બની ગયા પછી તમને કોટડીમાંથી મુક્તિ અપાવવા યુધ્ધે ચડેલ નાયકને આદર આપવાનુ તથા તેને યાદ કરવાનું કદાચ તમે જિંદગીભર નહી ભૂલો. પરંતુ નોંધવા જેવી કહો કે શરમથી ડૂબી મરવા જેવી વાત આરક્ષણનો 27% લાભ લેતો ઓ.બી.સી. સમાજ (OBC) અને 14% લાભ લેતો એસ.ટી. સમાજ (ST) બન્નેમાંથી કોઈનેય આજે ડો.બાબા સાહેબ આંબેડકર યાદ નથી.


એક સમય એવો હતો જ્યારે ભારતમાં મનુસ્મૃતિનુ શાસન હતું. આખા હિન્દુ સમાજમાં ચાતૂવણઁ વણઁ વ્યવસ્થા અમલમાં હતી. મનુસ્મૃતિ કાળમાં શુદ્રો (હાલના ઓ.બી.સી., બીજા શબ્દોમાં કહીએ તો સામાજિક અને શૈક્ષણીક પછાત વગઁ) ની હાલત પશુ કરતાય બદત્તર હતી. તેમને કોઈ અધિકારો ન હતા.


આજે ઓ.બી.સી. સમાજ સફળતાના શિખરે પહોંચ્યો છે પણ ભૂતકાળના શુદ્રો અને હાલના ઓ.બી.સી.ને પોતાને એ વાતની ખબર જ નથી કે ઓ.બી.સી. સમાજ શિખર પર ચઢી શકે તે માટે મજબૂત સીઢીઓનું ચણતર કરનાર કોણ હતું..?


આ મજબૂત સીઢીઓ બનાવનાર શિલ્પી હતા ડો. બાબા સાહેબ આંબેડકર...


ખરેખર આજે એક મોદી કે જે ઘાંચી જેવી શુદ્ર ગણાતી જાતિનો માણસ ભારત દેશના વડાપ્રધાન પદે બિરાજી દેશનો વહીવટ કરે તેનો ખરેખરો શ્રેય ડો. બાબા સાહેબ આંબેડકરને જ આપવો રહ્યો.


આજે ઓ.બી.સી. માટે સંવિધાનમાં 27% આરક્ષણની જોગવાઈઓ છે. બીજા નંબરે એસ.ટી. માટે 14% અને પછી એસ.સી. માટે 7% આરક્ષણની જોગવાઈ છે જે ડો. બાબા સાહેબ આંબેડકરના સંધષઁ અને અવિરત પ્રયાસોની દેન છે.


એસ.ટી. અને ઓ.બી.સી. મિત્રો જેટલી હોંશથી આરક્ષણનો લાભ લઈ રહ્યા છો તેટલી જ હોંશથી કોક દિવસ બાબા સાહેબને પણ યાદ કરો.

No comments:

Post a Comment