By Dr Tarun Chandrikaben Baldevbhai
આપણે પિરામિડ ની બહાર વિચારનાર છીયે...
આ વર્ણાશ્રમી પિરામિડ વ્યવસ્થા ને વધારે મજબુત કરતું પરિબળ હોયતો તે છે "ભગવાન ની સંકલ્પના"... ભગવાન ની બીક ના લિધે લોકો આ અમાનવીય વ્યવસ્થા ને પોતાની નિયતી માની રહ્યા છે અને ઘણા તો હજી એ જ વાત સાચી માની બેઠા છે. . .
ભગવાન સર્વજ્ઞાતા, સર્વશક્તિમાન, દયાળુ, કલ્યાણકારી છેે, સર્વ જીવો પ્રત્યે કરુણાશીલ અને સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખનારો
છે. તેને સૃષ્ટિ ના સુસંચાલન માટે તમામ વ્યવસ્થા કરેલી છે અને વર્ણાશ્રમ
તે ભગવાને નક્કી કરેલી તેમાંની એક વ્યવસ્થા છે તેમ માનીને લોકો કોઈપણ
જાતનું હૂંફ ઉચ્ચાર્યા વગર મૂંગા મોઢે આ અસમાનતા આગળ સ્વેચ્છાએ નતમસ્તક
છે...
પણ ખરું માનીએ તો ઉપરના જે પરિબળો કે સદગુણો ઉપર જણાવ્યા છે તે ભગવાન માં છે જ નહિ..
1) સર્વજ્ઞાતા
2) સર્વશક્તિમાન
3) દયાળુ
4) સૌ જીવો પ્રત્યે કરુણાશીલ અને કલ્યાણકારી
5) સર્વે જીવો પ્રત્યે સમભાવ રખાનારો.
આ બાબત એક નાનકડા ઉદાહરણથી , ભગવાન નાં એક જીવનપ્રસંગ થી સમજવા પ્રયત્ન કરીયે...
કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની
જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટન (શરીર નાં મેલ ) માંથી એક પૂતળુ
બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને પોતે સ્નાન કરવા
બેઠા હતા ત્યારે તેને ગુફાની બહાર દેખરેખ માટે બેસાડી દીધા. થોડા સમય બાદ
ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર
ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ
રહી ગયા.
જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે
તે તો આપણો પુત્ર હતો. હવે તમે કેમેય કરીને આપણા પુત્રને જીવીત કરો. ભગવાન
શંકર ધર્મસંકટમાં પડી ગયા, આ તો પ્રકૃતિ વિરુદ્ધનુ કાર્ય છે, પણ માતા
પાર્વતીની જીદ. ભગવાને નક્કી કર્યું કે ઉત્તર દિશામાંથી જે પહેલો સજીવ આવે
એનું માથું ગણેશ ને લગાડવું. બરાબર તે જ સમયે હાથીનું એક બચ્ચુ ઉત્તર દિશા તરફ
થી આવ્યું ભગવાને તે બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે
ગણેશજીનો પુનર્જન્મ થયો.
ભગવાનનો ડર રાખ્યા વગર જરાક વિચારો . . .
1) ભગવાન સર્વજ્ઞાતા છે તો પોતાના ખુદ નાં બાળક ને (અથવા પોતાની પત્ની એ બનાવેલા બાળક ને) કેમ ઓળખી ના શક્યા??
2) તે સર્વશક્તિમાન છે તો હઠે ચડેલા એક બાળક ને કેમ હરાવી ના
શક્યા?? શું તેને મારી નાખવું જ અંતિમ ઉપાય હતો? પોતાની અસીમ શક્તિઓથી પેલા
અદના સા બાળક ને સર્વશક્તિમાન ભગવાન કાબુ ના કરી શક્યા હોત? તે અસમર્થ
હતા???
3) ભગવાન દયાળુ હોત તો નાના અમથા બાળક ની દયા એમને ચોક્કસ આવી હોત.. છોરું કછોરું થાય પણ માવતર કઇં થોડા એમ દયા વગરના હોય?
4) ભગવાન કરુણાશીલ હોવાની વાત થઇ છે..પણ જો તે વાત સાચી હોત તો
તેમને ગણેશ પ્રત્યે કરુણા થઇ હોત... પેલા નિર્દોષ મદનિયા(હાથીના બચ્ચા) પર
પણ કરુણા ઉપજી નહિ કરુણા ના સાગર એવા પરમપિતા ને.
5) ભગવાન સર્વ પ્રત્યે સમભાવ રાખવા વા્ળા હોત તો પોતાના બાળક ને
જીવિત કરવા અન્ય ના બાળક નું માથું વાઢી નાખત નહીં. કેટલો સ્વાર્થી કેહવાય
ઈશ્વર કે પોતાની પત્ની ના કલ્પાંત ને શાંત કરવા તેણે પેલા અબોલ હાથી-હાથણી
ને આક્રંદ કરતા મૂકી દીધા!!! શું મદનિયુ તે ઈશ્વર ની રચના નથી?? ઈશ્વર તે
સર્વ નો બાપ હોય તો તે સંબંધે મદનિયુ તે ઈશ્વર નું બાળક થાય..પણ તેને પક્ષપાત રાખ્યો પોતાના સગા બાળક(ગણેશ) અને સાવકા બાળક(મદનિયા) વચ્ચે... ભગવાન પક્ષપાતી છે..
એક મહાન ગ્રીક વિચારક એપિકયુરસે (341–270 BC) સાચુજ કહ્યું છે..
"ભગવાન બુરાઈ અટકાવવા માટે તૈયાર છે, પરંતુ સક્ષમ છે ખરો?
સક્ષમ ન હોય તો પછી તે સર્વશક્તિમાન ન કહેવાય.
જો તે એમ કરવા સક્ષમ છે, પરંતુ તૈયાર નથી?
તો પછી તે દ્વેષભાવી છે,લોકોનું ખરાબ કરવાની ભાવનાવાળો છે.
જો તે સક્ષમ પણ છે અને તૈયાર પણ છે?
તો પછી શાથી અાવે છે આ બુરાઈઓ ? શાથી વ્યાપ્ત છે આ દુષ્ટતા, પાપ???
તે સક્ષમ પણ નથી અને તૈયાર પણ નથી? પછી શા માટે તેને ભગવાન કહેવાય છે???"
No comments:
Post a Comment