June 13, 2017

યયાતીપુત્રી માધવી : નારીના યૌન શોષણની એક પૌરાણીક કથા

By Rushang Borisa

✴ "મહાન" આર્ય-સંસ્કૃતિ ....(કન્ટીન્યુડ) ✴


આર્ય-સંસ્કૃતિ દુનિયાની પ્રાચીન અને "મહાન" સંસ્કૃતિમાં સ્થાન ધરાવે છે. હિન્દુવાદીઓ આર્ય-સંસ્કુતિને "સર્વશ્રેષ્ઠ" દર્શાવી જ્યાં-ત્યાં પ્રચાર કરતા જોવા મળે. વળી ,ધર્મના ઠેકેદારોનો નારો હોય છે કે "ભવ્ય" સંસ્કૃતિ તરફ પાછા વળો અને વિદેશી સંસ્કૃતિથી દૂર રહો.

ચાલો , ફરી "ભવ્યાતિભવ્ય" સંસ્કૃતિના દર્શન કરીયે ...અને આ જ્ઞાનરૂપી પ્રકાશ નો ફેલાવો પણ કરોયે..

✪  બેકગ્રાઉન્ડ 

⟹ પાંડવોના પૂર્વજ- "રાજા યયાતિ".
⟹ યયાતિના પુત્રી- "માધવી".
⟹ મહર્ષિ વિશ્વામિત્રના શિષ્ય - મહાબ્રાહ્મણ "ગાલવ".

✳ મહાભારત > ઉદ્યોગપર્વ 

{કદાચ કથાની શરૂઆતમાં "ગણેશ"નું નામ લેવાતું હશે; પણ અહીં લાગણીને માન આપી માત્ર "ૐ" વડે શરૂઆત કરીયે.}

-: ૐ :-

એક સમય વિહાર કરતા-કરતા રાજા યયાતિનો ભેટો મહાન "બ્રાહ્મણ ગાલવ" સાથે થાય છે."બ્રાહ્મણ ગાલવ" વેદો-શાસ્ત્રોમાં નિપુણ હોય મહાજ્ઞાની હોય છે. રાજા યયાતિ જ્ઞાનપ્રાપ્તિ માટે "બ્રાહ્મણ ગાલવ" ને વિનંતી કરે છે. "બ્રાહ્મણ ગાલવ" રાજાને જ્ઞાન પીરસી યયાતિ પાસે દક્ષિણાની માંગણી કરે છે.યયાતિ એક બાદ એક કિંમતી વસ્તુઓ દાન કરે છે. છતાં "બ્રાહ્મણ ગાલવ" સંતુષ્ટ થતા નથી. આખરે રાજા યયાતિ પોતાની પુત્રી "માધવી" બ્રાહ્મણને દાનમાં આપે છે. "બ્રાહ્મણ ગાલવ" રાજાને આર્શીવાદ આપી વિદાય લે છે.

  • માધવી પુખ્ત વયે પહોંચતા "બ્રાહ્મણ ગાલવ" આ તરુણીને અયોધ્યાના રાજા હરિયાશ્વ (રામના પૂર્વજ)ને "કામચલાઉ" માટે દાનમાં આપે છે. કામચલાઉ એટલા માટે કારણ કે "બ્રાહ્મણ ગાલવે" રાજા પાસે શરત મૂકી હોય છે કે પુત્રપ્રાપ્તિ બાદ માધવીને પરત કરવા. અયોધ્યાના રાજા માધવી સાથે સંભોગ કરી "વાસુમાન" નામક પુત્ર પેદા કરે છે.જયારે "બ્રાહ્મણ ગાલવ"ને આ વાતની જાણ થાય છે ત્યારે તેઓ રાજા પાસેથી માધવીને પરત મેળવે છે.સાથે રાજા પાસેથી અઢળક ધન પણ મેળવે છે.
  • એક વખત ભ્રમણ કરતા કરતા "બ્રાહ્મણ ગાલવ"નો ભેટો કાશીના રાજા દેવોદાસ સાથે થાય છે. રાજા દેવોદાસને પુત્ર હોતા નથી. "બ્રાહ્મણ ગાલવ" દેવોદાસને માધવી દાનમાં આપે છે.દેવોદાસ માધવીને ભોગવીને "પ્રતદાન" નામક બાળક પ્રાપ્ત કરે છે. "બ્રાહ્મણ ગાલવ" રાજા પાસેથી અઢળક સંપત્તિ દાનમાં મેળવે છે ...સાથે સાથે માધવીને પણ પરત મેળવે છે.
  • "બ્રાહ્મણ ગાલવ"ને તો હવે ધન-ઢોર પ્રાપ્ત કરવા માટેનો "શોર્ટકટ" મળી ગયો. ફરી તેઓ માધવીને ભોજરાજ "ઉશનર" પાસે મોકલે છે.ભોજરાજા માધવી સાથે સંભોગ કરી "શિવ" નામક પુત્રને પ્રાપ્ત કરે છે. ભોજરાજા અઢળક અશ્વો-સંપત્તિની સાથે માધવીને "બ્રાહ્મણ ગાલવ" પાસે પરત મોકલે છે.
  • આ વાતની જાણ બ્રાહ્મણના ગુરુ વિશ્વામિત્રને થતા વિશ્વામિત્ર પોતાના શિષ્ય પાસે દક્ષિણામાં "માધવી" ને માગે છે. આ સાથે અંતિમ વખત "બ્રાહ્મણ ગાલવ" પોતાના ગુરુને માધવીનું દાન કરે છે. બાદમાં..મહર્ષિ વિશ્વામિત્ર માધવીને ભોગવે છે.વિશ્વામિત્ર અને માધવીના પુત્ર- ઋષિ અષ્ટક


...કોણ જાણે બદનસીબ માધવી સાથે ભવિષ્યમાં શું-શું થયું હશે!

✘✘✘ =કથા સમાપ્ત= ✘✘✘

હવે,હું કશું કહી શકું તે સ્થિતિમાં નથી...બસ એટલું કહીશ કે "વ્યભિચાર" એ મહાન આર્ય-સંસ્કૃતિનો મૂળભૂત હિસ્સો હતો.

અસ્તુ....

- રુશાંગ બોરીસા
(Photo from deviantart .com )




Full Story is described in Mahabharata, Udyog Parv, Sections 106-123


(Created By Vishal Sonara)

No comments:

Post a Comment