April 29, 2017

ગાંધીજીની સુટ-બુટ ત્યાગી, પોતડી પહેરી ન કરી શક્યા તે આંબેડકરએ સુટબુટ પહેરી કરી બતાવ્યુ : જિગર શ્યામલન



ભારતના ઈતિહાસમાં ધણાં બધા નેતાઓ આવ્યા પણ આ તમામ નેતાઓ પૈકી બે નેતાઓનો પહેરવેશ ખાસ ધ્યાનાકષઁક રહ્યો છે.
પહેલો પોષાક તે ગાંધીજીની પોતડી, અને બીજો પોષાક આંબેડકરના સુટ-બુટ.
ગુજરાતીમાં એક કહેવત છે એક નૂર આદમી હજાર નૂર કપડાં. જો કે અહીં એ કહેવતના આધારે કોઈને મુલવવાનો કોઈ પ્રયાસ નથી. કારણ આ બન્ને નેતાઓનો પોષાક એ પોતાની સ્વૈચ્છીક પસંદગી હતી. આવા પોષાક જ પહેરવા એ માટે કોઈએ એમને મજબુર કરેલા નહી. બન્નેની પોતપોતાની માનસિકતા હતી.
ઈતિહાસમાં એવું વણઁન કરવામાં આવેલ છે કે એમ.કે. ગાંધી વિદેશથી કાયમ માટે સ્વદેશ પાછા ફયાઁ ત્યારે ગાંધી જેમને રાજકીય ગુરૂ ગણતા તેવા ગોપાલકૃષ્ણ ગોખલેએ એમ.કે.ગાંધીને ભારતને જાણવા, સમજવા માટે ભારતભ્રમણ કરવાની સલાહ આપેલી. આ ભ્રમણ દરમિયાન ભારતમાં વસતા કરોડો ગરીબ લોકોની કરૂણ દશા જોઈ એ દરિદ્રનારાયણોની સેવા કરવા ગાંધીએ સુટ-બુટનો ત્યાગ કરી પોતડી અપનાવી. આવું ઈતિહાસમાં વણઁન કરવામાં આવેલ છે.
જો કે આ પુરા કપડા ત્યાગી પોતડી પહેરવાનો નિણઁય મને કેટલીય વાર વિચારવા મજબુર કરે છે અનેે કેટલીક વાર તો એવો પ્રશ્ન પણ ઉદભવે કે શું પોતડી અપનાવવી એ પણ એમ.કે.ગાંધીની કોઈ રાજનિતી હતી કે મહાત્મા બનવાની દિશામાં પહેલું પગલું......? શરૂમાં એમ.કે.ગાંધીને જન સમઁથનની જરૂરીયાત હતી.. મારા મતે આ ગાંધીજીની પબ્લિસીટી પોલીસીનો જ એક સ્ટ્રોક હતો. જેથી લોકોને સીધા પોતાની તરફ ખેંચી શકાય.
કારણ જેટલા હોંશથી એમ.કે.ગાંધીએ પોતડી અપનાવી હતી એટલા હોંશથી દરિદ્રનારાયણોની સેવા ન થઈ શકી કે ન કદી તેમના માટે કોઈ પ્રાયોગિક પ્રોજેક્ટ એમ.કે.ગાંધીની કોન્ગ્રેસ દ્વારા અમલમાં મુકાયા. ઈતિહાસમાં એ વખતે આઝાદી માટે કાયઁરત કોન્ગ્રેસના અધિવેશનો પણ ભારે જાજરમાન રીતે યોજાતા હતા.
બીજી તરફ આંબેડકર કે જે ખુદ ગરીબ હતા અને એમાંય હિન્દુ ધમઁમાં સદીઓથી અછુત ગણાતા વગઁમાંથી આવતા હતા. ભારતમાં અછુતોની દશા નરક કરતા પણ બદતર હતી. અછુતોને કોઈ પણ જાતના અધિકાર ન હતા. સામાજિક, આથિઁક, શૈક્ષણિક અને રાજકીય રીતે કોઈ પણ જાતના પાયાના કે માનવ તરીકેના પણ અધિકારો આપવામાં આવ્યા ન હતા. હવે અહીં એક પ્રશ્ન એ થાય કે જે સમાજને કોઈ અધિકાર ન હતા, સાવ અસ્પૃશ્ય હતા તેવા સમાજમાંથી આવતા આંબેડકરને સુટબુટ પહેરી અછુતોની સેવા કરવા માટે સુટ-બુટનો ત્યાગ કરી પોતડી પહેરીને ફરવા જેવો બાહ્ય દેખાડા અને આડંબરયુક્ત પગલાં ભરવાને બદલે એનાંથી ઉલટી ટ્રીટમેન્ટ કરી શા માટે કરવી પડી...????
આંબેડકર પોતે અછુત હતા તો પણ સુટ-બુટ પહેરતા..આમ કરી પોતાના સમાજને સીધો જ મેસેજ આપી દીધો કે અછુત સુટ બુટ શા માટે ન પહેરી શકે...? એમનો મેસેજ સીધો જ હતો શિક્ષીત બનો..
મહત્વનો સવાલ એ.. આ બન્ને નેતાઓ પોતપોતાના પહેરવેશથી સમાજ અને પોતાના અનુયાયીઓને કેવો મેસેજ આપતા ગયા..?
1. સમસ્યાને સમસ્યા જ રહેવા દો...
2. સમસ્યાનો ખુદ ઉકેલ બનો..
ક્યા નેતાને ક્યો મેસેજ લાગુ પડશે એ જાતે નક્કી કરી લો... થોડુ ધણું જાતે નક્કી કરતાય શીખવું જોઈયે...
મારો તો સ્પષ્ટ અભિપ્રાય છે.....
જે કામ ગાંધી પોતડી પહેરીને ન કરી શક્યા.. તે કામ આંબેડકરે સુટ-બુટ પહેરીને કરી બતાવ્યું..
જિગર શ્યામલનનાં જયભીમ...........................



Watch Video : - 



 Facebook Post : -
  




No comments:

Post a Comment