November 26, 2017

દેવદુત દ્રારા હત્યાકાંડ

By Dinesh Makwana  || 17 Nov 2017


Carnage by Angels
દેવદુત દ્રારા હત્યાકાંડ
પ્રકરણ ૧

IPS ની પરીક્ષા પાસ કરીને ટ્રેનિંગ પુરી કર્યા બાદ રધુ ને ACP તરીકે પોસ્ટીગ આપવામાં આવ્યુ જયા તેની ફિલ્ડ ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. સિનિયર કોન્સટેબલ તેને દરેક બાબત સમજાવી રહ્યો હતો. માણસો, વસ્તુઓ પર કેવી રીતે નજર રાખવી, લોકોના હાવભાવ કેવી રીતે પર શંકાની દષ્ટિથી જોવું. વાતવાતમાં રઘુ કોન્સટેબલ ને પુછે છે તમે પૈસા કમાઓ છો?

કોન્સટેબલ એક મિનિટ છમ્મ થઇ જાય છે અને પોતાની વાત શરુ કરે છે. સર હુ આપણા પોલિસ સ્ટેશનના વિસ્તારનો એજન્ટ હતો. દરેક ગુંડા, જુગાર ના અડ્ડા ચલાવતા માણસો પાસેથી હપતા ઉઘરાવી લાવવાનું કામ મારી પાસે હતું. દરેકનો હપતો નિશ્ચિત રકમનો હતો. હુ હપતા ઉઘરાવીને ઇન્સ્પેક્ટર મોરેને આપતો ત્યાર બાદ અમે DCP ના ત્યાં તેમનો હિસ્સો આપવા જતા. DCP ની પત્નીનો પાવર વધુ રહેતો, પૈસાનો હિસાબ તે ચેક કરતી.

એક દિવસ DCP ના ઘેર પાર્ટી રાખવામા આવી હતી. પોલિસ ખાતાના અનેબીજા નામી અનામી વ્યકિતઓ હાજર હતી. શરાબ વહેચનારા બાર ટેન્ડર પણ હાજર હતા, જે દરેક મહેમાનને જે તેમની પસંદ હોય તે બ્રાન્ડનો પેગ બનાવી આપતા. આ બાર ટેન્ડરોમાં સોનવણે નામનો બાર ટેન્ડર હાજર હતો.

થોડી વાર પછી DCP ના પત્ની સજીધજીને બહાર આવ્યા. તેમના ગળામાં એક સુંદર હાર પહેર્યો હતો. દરેક મહેમાન તેમને ઝુકી ઝુકીને અદબ આપતા હતા. સોનવણે દરેક મહેમાનને પેગ બનાવીને આપતો હતો તેવામાં તેની નજર પેલા હાર પર પડી. અચાનક તેનો શ્વાસ રુંધાતો હોય તેને લાગવા માંડ્યું. તે DCP ની પત્ની તરફ ધસી જઇનેપેલા હારને તોડીને ભાગવાનો પ્રયાસ કરે છે. પણ પકડાઇ જાય છે.પોલિસના માણસો હાજર જ હોય છે. ઇન્સ્પેક્ટર મોરે અને બીજા કોન્સટેબલ મારતા મારતા પોલિસ સ્ટેશને લઇ જાય છે. આખી રાત લોક અપ મા રાખ્યા પછી સવારે મોરે અને તેના કોન્સટેબલો તેને પુછે છે તે આમ કેમ કર્યુ?

સોનવણે પોતાની વાત શરુ કરે છે. સાહેબ હુ, મારી પત્ની અને દીકરી તેમ ત્રણ નો સુુખી સંસાર હતો.મારી પત્ની મને ખુબ પ્રેમ કરતી હતી. એક દિવસ મારા મિત્ર સાથે જુગારના અડ્ડા પર ગયો. પહેલા માત્ર સમય પસાર કરવા જતા જતા મને પણ જુગારની લત લાગી. પછી તો નોકરી પરથી સીધો જ જુગારના અડ્ડા પર જવા લાગ્યો.
પત્ની સ્કુલ ટીચર હતી. મારો પગાર જુગારના અડ્ડામાં જવા માંડ્યો. રોજ ધરમાં ઝઘડા શરુ થયા. ઘરમાંથી કેટલીય વસ્તુઓ હુ વેચી મારીને જુગાર રમવા જતો. ધીમે ધીમે જુગારના અડ્ડાનું દેવું વધવા માંડ્યું. એક દિવસ અડ્ડાના માલિકે મને ચેતવણી આપીને કહ્યુ જો ત્રણ દિવસમાં દેવું ચુકતે નહી કરવામાં આવે તો અંજામ ખરાબ આવશે.  મારી પાસે કોઇ ચારો નહોતો. મારી નજર મારી પત્ની ના હાર પર પડી. મારી પત્ની તે હારને બહુ ચાહતી હતી કારણ કે તે તેમનો ખાનદાની હાર હતો. પણ મારા મનમાં ભુત સવાર થયુ હતું. મે મારી દીકરીના ગળા પર ચપ્પુ મુકીને ધમકી આપી જો હાર નહી આપે તો તે દીકરીને મારી નાંખશે. મારી પત્ની એ રડતા રડતા મને હાર આપ્યો, તે હાર લઇને દેવું ચુકવવા માટે તેને અડ્ડાના માલિકે આપી દીધો. આ બાજુ મારી પત્ની આઘાત સહન ના કરી શકી અને તેણે પોતાના શરીર પર કેરોસીન છાંટીને પોતાની જાતને સળગાવી. કરુણ અવસ્થામાં તેને હોસ્પિટલ લઇ જવામા આવી. મને ખબર પડી, હુ દોડતો હોસ્પિટલ પહોંચ્યો જયા મારી પત્ની તેના છેલા શ્વાસ લઇ રહી હતી. પોલિસે મેજિસ્ટ્રેટને બોલાવીને તેનું મરણોતર બયાન લીધું જેમાં તેણે કહ્યુ કેરોસીનનો સ્ટવ ફાટી જતા હુ સળગી ગઇ હતી, હુ મારા પતિને હજુ પણ ખુબ પ્રેમ કરુ છુ આ બે વાક્ય કહીને તે પોતાનો શ્વાસ છોડી દે છે. સોનવણે ને ભયંકર આઘાત લાગે છે.

તે ગાંડા જેવો થઇ જાય છે, પણ તેની દીકરીના કારણે તે જીવવા મજબુર થાય છે, તમામ નકામી ટેવો છુટી જાય છે. નોકરી છુટી જતા એક હોટલમાં બાર ટેન્ડર તરીકે પોતાનું જીવન શરુ કરે છે.

હપતા રોકડમાં ચુકવી ના શકતા અડ્ડાના માલિકે તે હાર ઇન્કસ્પેકટર મોરેને આપ્યો જેણે તે હારDCP ની પત્ની ને ખુશ કરવા આપ્યો.

સાહેબ હુ મારી પત્નીને ખુબ ચાહતો હતો તેથી જ્યારે આ હાર મે ફરી જોયો ત્યારે મને મારી પત્ની યાદ આવી ગઇ, અને હુ કાબુ ગુમાવી બેઠો. તે હાર મારી પત્નીની છેલ્લી નિશાની હતી તેથી તેને ઝડપવાની કોશિશ કરી. આમ કહીને તેની વાત પુરી કરી.

કડક અને હરામી ઇન્સ્પેક્ટર મોરે અને પોલિસ સ્ટેશનના તમામ કોન્સટેબલો અવાચક થઇ ગયા. કોઇને શુ કહેવુ તે સુઝ્યુ નહી. મોરેએ તેને કહ્યુ તેઅહીથી તેના ઘેર જતો રહે.

સોનવણે તેની કથા કહીને જતા રહ્યા બાદ મને વિચાર આવ્યો કે આ કોન્સટેબલ તરીકે હવે હુ એક પણ રુપિયો નહી લઉ. તે દિવસ થી મે હરામના પૈસા લેવાનું છોડી દીધું. હવે મારા પગારમાંથી દસ ટકા રકમ ચેરિટિ પાછળ વાપરું છુ. કદાચ મારા પાપ ધોવાઈ જાય.

ACP રધુ વિચારમાં પડી જાય છે.

મહારાષ્ટ્ર ના કોલ્હાપુરમા બનેલી વાસ્તવિક  ઘટના અને પોતાના અનુભવને Y P Singh IPS એ પોતાના પુસ્તકમાં ઉતાર્યું છે. Y P Singh વિશે ફરી ક્યારેક

દિનેશ મકવાણા
અજમેર ૧૭/૧૧/૨૦૧૭

No comments:

Post a Comment