April 30, 2017

સમાનતા માટે બોલો સ્ત્રી હોય કે પુરૂષ ભલે કોઈ પણ ધર્મ કે જાતિ ના હોય : કુસુમ ડાભી

મુસ્લિમ મહિલા, ટ્રિપલ તલાક, બહુ પત્ની,..... આ મુદ્દા બહુ ચગાવ્યા છે. કહેવાતા ભક્તજનો ફૂલ સપોર્ટમાં છે. મને કોઈ સમજાવો ગુજરાતમાં એટલા વર્ષ આ બધું યાદ ન આવ્યું? મહિલાઓ તરફ એટલો બધો જીવ બળે છે, તો ગુજરાતની મહિલાઓ ઉપર કોઈ દિવસ નથી બળતો? હિન્દૂ ધર્મ માં તો ખાસ જાતિઓમાં સ્ત્રી લગ્નના પહેલા જ દિવસે વિધવા બને તો, આખી જિંદગી વિધવા તરીકે આજેય કાઢવી પડે, એ સ્ત્રીઓ ના બીજા લગ્ન માટે વિચારો નથી આવતા?? અમુક હિન્દૂ પુરુષો, જાણીતા રાજકારણી પણ છે, આજની તારીખે બે પત્નીઓ રાખે ગેરકાયદેસર એ વાતો કોઈ ની નોંધ માં ખરી કે નહીં?? ગુજરાતમાં જ સ્ત્રી ને જન્મતા સાથે જ સેક્સ વર્કર બનવું પડે એવા ગામની સ્ત્રીઓ તરફ કોઈ પગલાં આ 22 વર્ષમાં ભર્યા?? કોઈ ભક્ત એના વિશે બોલ્યા કે નહીં??? મુસ્લિમ બહેનોની ચિંતા કરો તો એમના બાળકો પણ તમારા ભાણેજ ખરા કે નહીં? તમારા ભાણેજ ને બીફ ના નામે મારનારા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો કે નહીં?? મુસ્લિમ બહેનો ના બાપ ને મારી નાખ્યો તો એ બાપ ને ન્યાય અપાવવા ક્યારે નિકલશો??? ભારતની મુસ્લિમ સ્ત્રી બહેન હોય તો આદિવાસી સ્ત્રી તમારી બહેન દીકરી ખરી કે નહીં??? સોની સોરી જેવી આદિવાસી શિક્ષિકા ન્યાય માટે નીકળે ત્યારે એના પર રેપ કરી એની યોની માં પથરા ભરનારા, એના ચહેરા પર એસિડ ફેકનારા લોકો વિરુદ્ધ તમે એક શબ્દ બોલ્યા છો?? સોની સોરી તમારી બહેન નથી??. આદિવાસી દીકરીઓ પરણિત છે કે કુંવારી એ ચેક કરવા પોલીસ અને જવાનો એમના સ્તન ને નિચોડે, કુંવારી હોય તો નક્સલવાદી કહી જેલમાં પુરે, નગ્ન રાખે, રેપ કરે, ટોર્ચર કરે.... આ બધું તમને એક પણ આંખે દેખાય છે ખરું??? એમને ન્યાય અપાવવા તમારો આત્મા જાગશે ખરો???? કે બસ ભક્તિ જ કરશો???? મુસ્લિમ મહિલા તરફ હમદર્દી દેખાડાની ન બતાવો. હું તો કહું છું કોઈ સ્ત્રી ને હમદર્દી ની જરૂર નથી... તેવડ હોય તો.... સમાનતા માટે બોલો સ્ત્રી હોય કે પુરૂષ ભલે કોઈ પણ ધર્મ કે જાતિ ના હોય....
~ કુસુમ ડાભી


No comments:

Post a Comment