By Jigar Shyamlan || Written on 18 May 2018
સર્વહારા અને સર્વહારા દ્વારા રક્તરંજીત ક્રાન્તિ કરી સત્તા પ્રાપ્ત કરવાની થિયરી..
ચાલો માનવા ખાતર એ વાત માની લીધી કે આ થિયરીમાં દમ છે.
પણ મારા મગજમાં કેટલાક પ્રશ્નો ઘૂમરાઈ રહ્યા છે.
પહેલો પ્રશ્ન એ છે કે
(1). શું ભારતનો સર્વહારા વર્ગ આવી ક્રાન્તિ લાવવા માટે સંગઠિત થશે...?
આ પ્રશ્નનો જવાબ જડે એ પહેલા તરત જ બીજો પ્રશ્ન એ પેદા થાય છે કે
(2). જો આ સર્વહારા સંગઠિત થશે તો તે લોકોને આ કાર્ય માટે પ્રેરણા કોણ આપશે...?
ખાસ્સા લાંબા મનોમંથન પછી એક વાત ધ્યાને આવી કે ભારતના સર્વહારાઓને આ દિશામાં પ્રેરણા આપી શકે તેવું એક જ પરિબળ છે.
ભાવના..!! સમાનતા, સ્વતંત્રતા, ભાઈચારા અને એનાથી પણ આગળ કહીએ તો ન્યાયની ભાવના.
કારણ કે કોઈ માણસ અન્ય માણસની સાથે મળીને કોઈ લક્ષ્યની પ્રાપ્તિ માટે કામ કરતો હોય ત્યારે સ્વાભાવિક પણે એને એટલી તો અપેક્ષા હોવાની જ કે હું જેની સાથે કામ કરી રહ્યો છું એ સમાનતા, સ્વતંત્રતા, ભાઈચારા અને ન્યાયની ભાવનાથી પ્રેરીત હોવો જોઈયે.
પણ ભારતીય કોમરેડો આ બાબતે કોઈ અસરકારક ઉદાહરણ હજી સુધી રજુ કરી શક્યા નથી.
ભારતના કોમરેડો હજી સુધી એ વાતનો સંતોષકારક જવાબ નથી આપી શક્યા કે સર્વહારાની ક્રાન્તિ બાદ તમામ સર્વહારા સાથે સમાનતાનો વ્યવહાર થશે અને તેમની સાથે જાતિ આધારીત કોઈપણ પ્રકારના ભેદભાવ નહી થાય.
ભારતના કોમરેડો પાસે દંભી નાસ્તિકતા છે અને "ધર્મ એક અફીણ છે" વાળો જુનો પુરાણો ધસાઈ ગયેલો તકીયા કલામ. માર્ક્સવાદ એકલા પેટનુ જ વિચારે છે, એટલે એને એક અધુરી વિચારધારા કહીએ તો સાવ ખોટુ તો નથી જ.
કારણ માણસ એકલા પેટનુ નથી વિચારતો, એને આત્મસન્માન અને મનની શાંતિ પણ એટલી જ જોઈયે.
Facebook Post :-