February 04, 2021

એસ્ટ્રોનોમી (Astronomy) અને એસ્ટ્રોલોજી (Astrology)

 By Vishal Sonara || 21 January 2021









Astronomy vs Astrology 

સામાન્ય રીતે આ બંને શબ્દો એક જેવા જ લાગે છે પણ બંને ના અર્થમાં "જમીન-આસમાન" નો ફરક છે. એસ્ટ્રોનોમી એટલે ખગોળીય ઘટનાને વૈજ્ઞાનિક રીતે સમજીને ત્યાર બાદ તારણો કાઢવામાં આવે છે તેમજ નવા શોધ સંશોધનો કરીને જુના તારણો જો ખોટા હોય તો તે પણ સ્વિકારીને નવી થિયરી બનાવાય છે જ્યારે એસ્ટ્રોલોજી એટલે જન્મ સમયે સુર્ય કે ચંદ્ર ની શું પરિસ્થિતિ હતી તેના અનુમાન ઉપરથી જે તે વ્યક્તિ નું જીવન કેવું રહેશે તેના પર ભવિષ્યવાણી કરવામાં આવે છે. આ ભવિષ્યવાણી મોટે ભાગે તરંગ તુક્કા જ હોય છે, કોઈ પણ માન્યતા કે ભવિષ્યવાણી ખોટી સાબિત પણ થાય તો ભૂલ સ્વિકારવાને બદલે જે તે વ્યક્તિના કર્મો નો હવાલો આપીને છટકી જવાની પૂરેપૂરી વ્યવસ્થા છે. 

સામાન્ય રીતે એસ્ટ્રોલોજી ને ધર્મ અને ધાર્મિકતા સાથે જોડી શકાય છે. પ્રવર્તમાન કોઈ પણ ધર્મ મા અલગ અલગ પ્રમાણમાં અને પ્રકારમાં એસ્ટ્રોલોજીની હાજરી જોઈ શકાય છે. સદીઓથી લોકો આકાશમાં દેખાતા ચાંદ, તારા, સૂર્ય વગેરે વગેરે જેવા તત્વો નુ નિરીક્ષણ કરતા આવ્યા છે. જુના જમાનામાં આજના જેવા વૈજ્ઞાનિક સંસાધનો નહોતા તેથી લોકો નરી આંખે જોઈ શકાય તેટલું જ ઓબ્ઝર્વેશન કરી શકતા. તેઓ એ સુર્ય, ચંદ્ર, તારાઓ, નક્ષત્રો વગેરે ને દિવસે અને રાત્રે નિરીક્ષણ કરતા એવા નિષ્કર્ષ પર આવ્યા કે આ દરેક કોઈ ચોક્કસ ગતી નિયમો પ્રમાણે સ્થાન બદલતા રહે છે અને તે કોઈ ચોક્કસ સમયે આકાશમાં કયા સ્થાન પર હોઈ શકે છે તેનુ પણ અનુમાન લગાવી શકાય છે. દુનિયામાં આ રીતે અનેક સંશોધનો થઈ રહ્યાં હતા તે વખતે સૌ પ્રથમ તો ધાર્મિક પાખંડીઓએ આવા સંશોધનો નો ભરપૂર વિરોધ કર્યો,કારણ કે આ પ્રકારના જ્ઞાનથી અમુક ખગોળીય ઘટનાઓ નો ધાર્મિક પાખંડીઓ દ્વારા ફેલાવાતો ડર અને ડરના નામ પર લોકોનુ થતું આર્થિક શોષણ ખતમ થઈ જાય તેમ હતું. પણ સમય જતા તેઓને લાગ્યુ કે આને અટકાવું અશકય છે એટલે તેઓએ તેનો વિરોધ કરવાનું બંધ કરીને આ દરેક શોધ સંશોધનોનો ઉપયોગ કરીને પોતાની પાખંડવૃત્તીને આગળ ધપાવવાનું શરૂ કર્યું. આપણે એક વાક્ય હંમેશા સાંભળતા આવ્યા છીએ "લાગ્યુ તો તીર, નહિ તો તુક્કો", આ વાક્ય એસ્ટ્રોલોજી ને પરફેક્ટલી ફીટ બેસે છે.

એસ્ટ્રોનોમી નો એક ભાગ છે કોસ્મોલોજી જેમાં બ્રહ્માંડ ની ઉત્પત્તિ કઈ રીતે થઈ હોઈ શકે છે અને તેનું ભવિષ્ય શું હોઈ શકે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ કોસ્મોલોજી વિશે એમ કહે છે કે,"કોસ્મોલોજી એ બુદ્ધિશાળી નાસ્તિકોનો ધર્મ છે." સ્ટીફન હોકિંગે આવું એટલા માટે કહ્યું કારણ કે મોટા ભાગના ધર્મ લોકોને સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને મૃત્યુ બાદ શું થશે તેની પરીકથાઓ કરતા આવ્યા છે. સૃષ્ટિની આ ધાર્મિક વ્યાખ્યાઓમાં જાણકારી કરતાં વધુ સર્જનહાર નો ડર અને એ ડરને દૂર કરવા માટે ના અવનવા ટોટકા સિવાય કશું હોતું નથી. બુદ્ધિમાન લોકોને પણ સૃષ્ટિને લઈને આ જ બધા પ્રશ્નો થતા જ હોય છે પણ તેઓ ધર્મ ની કથા વાર્તાઓ નો સહારો લેવાને બદલે વિજ્ઞાન પર ભરોસો રાખે છે. માટે સ્ટીફન હોકિંગ તેને બુદ્ધિશાળી નાસ્તિકોનો ધર્મ કહે છે. 

એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોલોજી વચ્ચે કોના પર ભરોસો કરવો તે ફક્ત અને ફક્ત સામાન્ય બુદ્ધિ અને ઈચ્છાશક્તિ પર આધારિત છે, આ બન્ને માથી એક પણ નો અભાવ અંધકારમય બની શકે છે. 

- વિશાલ સોનારા

November 05, 2020

"મહેશ નરેશ" ની સફળતા અને "જાતિ"

  By Vijay Makwana  || 30 October 2020


સિનેમા એ શેરી નાટકો અને નાટક મંડળીઓ તથા ભવાઈ નું આધુનિક રૂપ છે. ભવાઈ એ એક જમાના નો અસ્પૃશ્ય ધંધો છે. બોલીવુડ ઢોલીવુડ ટોલિવુડ નો ઇતિહાસ તપાસી લો.. ઉચ્ચવર્ણના લોકો આ વ્યવસાયમાં આવતા તો સમાજમાં ખૂબ ખરાબ ચર્ચા થતી. એક અસાઈત બ્રાહ્મણ ને નાટક માં ભાગ લેવા બદલ ન્યાત બહાર મુકાયેલ.. જેણે ઘણા ભવાઈ ના નાટકો લખેલા..  નરેશ અને મહેશ માટે તે વખતે સરળ અને સહેલું હતું સફળતા મેળવી લેવાનું.. અને આમેય નરેશ મહેશ પહેલાં કાનજીભાઈ નામના ગુજરાતી ફિલ્મ નિર્દેશક મૌજુદ હતા.. અનુ. જાતિ માં આવતી નાયક અને બીજી જાતિઓનો આ મૂળ વ્યવસાય હતો.. સવર્ણો એ 50 ના દસક બાદ આ ધંધામાં નાણાં અને કીર્તિ જોઈ એટલે ઘૂસણખોરી કરી..

40 ના દસકામાં તો આખા ભારતમાં કોઈ સ્ત્રી નાટક કે ફિલ્મ ની હિરોઈન થવા તૈયાર નહોતી. ત્યાં સુધી તો પુરુષ જ હીરો અને હિરોઈન બનતો હતો.. આ ચાલીસના દસકામાં જ મહેશ અને નરેશ નો નવજાત બાળકો તરીકે જન્મ થયો હતો.

ગાવું અને વગાડવું, લોકોનું મનોરંજન કરી પેટિયું રળવા નો મૂળથી જ દલિતોના બાપ દાદા નો અસ્પૃશ્ય ધંધો હતો. એટલે એમાં મહેશ નરેશ સફળ થાય જ.. જાતિવાદ દૂર થયો નહિ જાતિ બરકરાર રહી એમ સમજો!

સાલિયાણું "પ્રિવી પર્સ"

 By Vijay Makwana  || 31 October 2020


સાલિયાણું આપી રાજાઓને રાજકાજમાંથી ફરજિયાત મુક્તિ આપી મહેલો માં બેસાડી દેવા એ 600 વરસ પહેલાંની વિલીનીકરણ ની જૂની પદ્ધતિ ની બ્રિટને ખોજ કરેલી. ડચ લેન્કશાયર, ડર્બી શાયર, યોર્ક શાયર, વેલ્સ વિગેરે મળી વીસેક પરગણાનું વિલીનીકરણ કરી ત્યાંના રાજાઓ, રાણીઓ, કુંવરો ને સાલિયાણું એટલે કે પ્રિવી પર્સ આપી દેવાયું..વધુમાં આશરે 45000 એકર કિંમતી જમીન પણ રિઝર્વ આપી.. જેમાંથી બીજા ખર્ચાઓ પણ નીકળે! બ્રિટનમાં તો આજે પણ સાલિયાણું અપાય છે.

જર્મનીનો બિસ્માર્ક એ બાબતે માઈલ સ્ટોન કહેવાય.! પાક્કો રાષ્ટ્રવાદી! જૂની પદ્ધતિ અને જૂના ડ્રાફ્ટિંગ મુજબ કામ જ ના કર્યું.. એવી કોઈ સ્કીમ જ નહિ! રાજાઓ ઉમરાવો ને કશુંજ આપવાનું ના હોય પ્રજા છો પ્રજાની જેમ રહેવાનું.. સદીઓ સુધી તમારા ઝલસા અને મહત્વાકાંક્ષા માટે પ્રજાના હાડ માંસ તો ચૂસ્યાં.. 

હવે નહિ!

June 03, 2020

"I can't breathe"

By Vijay Makwana  || 01 June 2020


ગઈ તારીખ 25 મે ના રોજ અમેરિકાના મીનીઆપોલીસ શહેરના એક સ્ટોરમાં એક કાળો વ્યક્તિ સિગારેટ ના પેકેટ ખરીદવા આવે છે. તેના વોલેટમાંથી તે 20 ડોલરની નોટ કાઢી સ્ટોર ના કર્મચારીને આપે છે. સ્ટોર કર્મચારી 20 ડોલરની નોટને આમતેમ ફેરવી જુએ છે. તેને નોટ બનાવટી હોવાનું માલુમ થાય છે. તે કાળા માણસને બાકીના છૂટા પરત કરી તેની જાણ બહાર પોલીસને ખબર પહોંચાડે છે કે, એક કાળો માણસ મારા સ્ટોરમાં 20 ડોલરની બનાવટી નોટ પધરાવી ગયો છે. પોલીસ નજીકમાં જ હોય છે. હજુ કાળો માણસ સ્ટોરની બહાર નીકળી ઊભો ઊભો સિગારેટ ના કસ મારી રહ્યો હોય છે. અને પોલીસ પોતાની કાર સાથે આવી ચડે છે. સિગારેટ પીતા કાળા માણસ ને જેનું નામ છે જ્યોર્જ ફ્લોયડ તેની ધરપકડ કરે છે. તેના હાથ પાછળથી બાંધી દે છે. અને રસ્તાના સામા છેડે આવેલી કાર સુધી લઈ જાય છે. જ્યોર્જ ફ્લોયડ ને કારમાં ધકેલવા માટે પોલીસ અમલદાર ધક્કો મારે છે. જેનાથી જ્યોર્જ ગળથોલું ખાઈ જાય છે. જેને પેલો ગોરો અમલદાર વિરોધ ગણી લે છે. તે જ્યોર્જ પર તુટી પડે છે. અને જ્યોર્જને છાતી ભેર કાર પાસે જ નીચે પાડી દે છે. નીચે પડેલા જ્યોર્જ ની ગરદન પર તે પોતાનો પગ વાળીને મૂકી દે છે. લગાતાર 8 મિનિટ સુધી જ્યોર્જ તરફડે છે. તે ગોરા અમલદાર ને ચીસો પાડી ને વિનવણી કરતા કરતા કહે છે. પ્લીઝ મારા પર થી પગ હટાવી લો.. હું મરી જઈશ..મારો શ્વાસ રુંધાય છે.. અને અંતે જ્યોર્જ ફ્લોયડ ના શ્વાસ અટકી જાય છે. તે મૃત્યુ પામે છે. કોઈ વ્યક્તિએ આ આખી ઘટના પોતાના સ્માર્ટ ફોન પર વિડિયો સ્વરૂપે કેદ કરી લીધી જે વિડિયો જોતા જોતામાં વાયરલ થઈ ગયો. વીડિયોથી એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે આ એક રંગભેદી ઘટના હતી જ્યોર્જ નો ગુન્હો મામૂલી ગુન્હો હતો. હજારો લાખો બનાવટી નોટો અમેરિકામાં ફરી રહી છે. દરેક સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે તો અમેરિકાની ચોથા ભાગની વસ્તી નાબૂદ થઈ જાય. પણ આ મામલે ગોરા અમલદારે પોતાની વિકૃત માનસિકતા નું પ્રદર્શન કરી એક કાળા માણસની સરાજાહેર હત્યા કરી. આ ઘટનાના ખૂબ મોટા પ્રત્યાઘાતો પડ્યા. અમેરિકામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. પ્રેસિડેન્ટ ટ્રમ્પ ને લોકોએ રેસિસ્ટ કહ્યા. તેમને અમેરિકામાં વધી રહેલી વ્હાઇટ સુપ્રીમસી અને રંગભેદની નીતિ ને પોષણ કરતા શાસક કહેવાયા. તેઓ સામે હાલ પુષ્કળ વિરોધ થઈ રહ્યો છે ગઇકાલે જ્યોર્જ ની હત્યાના મામલે ચાલતા પ્રદર્શન થી ચિંતિત સુરક્ષા એજન્સીઓ એ સુરક્ષાના કારણોસર પ્રેસિડેન્ટ ટ્રમ્પ ને બંકર માં રોકવાની સૂચના આપી છે.

આ ઘટનામાં સહુથી ખૂબસૂરત વાત હોય તો એ છે કે અમેરિકામાં વસતા ન્યાયપ્રિય ગોરાલોકો અંદરથી ખળભળી ઉઠયા તેઓ પણ રસ્તા ઉપર આવી ગયા. હજારો ની સંખ્યા માં ગોરાલોકો બહાર નીકળ્યા અને આ આંદોલન ની ધુરા પોતાના હાથમાં લઈ લીધી. લેટેસ્ટ સમાચાર મુજબ અમેરિકન પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોમાંથી 4100 લોકોને લોકઅપ માં પૂરી દીધા છે. જેમાં 3000 લોકો તો ગોરા લોકો છે. જ્યોર્જ ની હત્યા કરનાર ગોરા પોલીસ અમલદારની પત્ની પણ આ આંદોલનમાં સામેલ છે. તેણી એ પોતાના પતિ ને જ્યોર્જ ની હત્યાના બીજા દિવસે મૌખિક છૂટાછેડા આપી દીધા છે અને શનિવારના દિવસે કોર્ટમાં છૂટાછેડાની અરજી ફાઈલ કરી છે. આ સન્નારી એ જાહેર મંચ પર કહ્યું '' હું આવા નીચ અને અધમ વિચારધારા ધરાવતા હેવાન સાથે જીવન વિતાવી રહી હતી તેનો મને બેહદ અફસોસ છે...''

અમેરિકાની ગોરી પ્રજાને મારી સલામ છે. જે આ વિકૃત માનસિકતા ને ખતમ કરવા તમામ પ્રયાસો કરવા કટિબદ્ધ છે. અને એમની આ કટિબદ્ધતા નું સન્માન મહાત્મા જ્યોતિબા ફૂલે એ આજથી દોઢ સદી પહેલાં પોતાની કિતાબ "ગુલામગીરી" ને કાળા લોકોના સામાજિક ન્યાયના આંદોલનમાં હિસ્સો લેતા ગોરાલોકો ને સમર્પિત કરી ને કર્યું છે. ભારતના આકાશમાં હજી જાતિવાદ નો અંધકાર છવાયેલો છે. હજી સૂર્યોદય થવાને ઘણી વાર છે. ભારતના જાતિવાદી સવર્ણો ના દિમાગમાં બંધુત્વની, સમાનતાની, ન્યાયની આ સમજ ક્યારેય નહિ આવે! ભારત નો જાતિવાદી સવર્ણ સમાજ જાતિગૌરવ ના ગંદા ખાબોચિયામાં ભૂંડ જેમ આળોટી રહ્યો છે. એ ક્યારેય પોતાની વ્હાલી એવી ગંદકી ને છોડવા તૈયાર નહિ થાય..

ખરી હકીકતે તો કોઈપણ રાષ્ટ્ર નો અસલી વિકાસ તો તેમાં રહેતા લોકો વચ્ચેના પરસ્પરના પ્રેમ , સ્નેહ, બંધુતા, ન્યાય અને સમાનતાની ભાવનાથી મૂર્ત થતો હોય છે.

જય આંબેડકર દોસ્તો!

#મામા_ભાણેજ

May 13, 2020

જગતની સર્વશ્રેષ્ઠ પ્રાર્થના : વિજય મકવાણા

By Vijay Makwana  || 03 May 2020


આ જગતની સર્વશ્રેષ્ઠ પ્રાર્થના છે. જે તમારા પોતાના માટે છે. તમે કરી જુઓ.. મન ખુશીથી ભરાઈ જશે.

હું મારા માતા-પિતાને એ ભાવનાથી મુક્ત કરું છું. કે તેઓ મને જેવો ઈચ્છતા હતા તેવો બનાવી નથી શક્યા. હું મારા બાળકોને મારા પર ગર્વ કરવા તેમજ મારી શરતે જીવન જીવવાની શરતોમાંથી મુક્ત કરું છું. કેમ કે તેઓ પોતાનું હૃદય કહે તેમ જીવન જીવી શકે. અને પોતાની મન મુજબનો રસ્તો પસંદ કરી શકે. હું મારા જીવનસાથીને એ ફરજમાંથી મુક્ત કરું છું. કે તે મને સંપૂર્ણ છું તેવું મહેસુસ કરાવવા સતત પ્રયત્ન કરે છે. હું તેને દિલાસો આપું છું કે મારા માં હવે કોઈ અપૂર્ણતા નથી બચી. હું એ તમામ જડ ચેતન પદાર્થો, તથા જીવસજીવ નો આભાર વ્યક્ત કરું છું કેમ કે હું અહીં જે કઈ પણ શીખ્યો છું તે તેમની પાસેથી શીખ્યો છું હું એ લોકોનો પણ આભારી છું જેઓ હંમેશા કોઈને કોઈ અપેક્ષા સાથે અથવા કોઈપણ અપેક્ષા વિના મારી આસપાસ રહ્યા છે અને મારા વ્યક્તિત્વના ઘડતરમાં મને સહયોગ આપ્યો છે. હું મારા દાદા-દાદી, મારા નાના-નાની અને મારા પૂર્વજોનો ખુબ આભારી છું. કારણ કે તેઓ એકબીજા સાથે મળ્યા તેઓના શુભ મિલનની ક્ષણોથી જ મારું આજનું અસ્તિત્વ છે. અને હું મારા તમામ પૂર્વજોને અતીતના સઘળા દોષોથી મુક્ત કરું છું. કેમ કે મારા અસ્તિત્વને અહી સુધી પહોચાડવા તેમણે કેટલીય ઈચ્છાઓને પોતાની છાતીઓમાં દબાવી દીધી હશે. તેમણે કશું ખરાબ કર્યું હશે એવું હું માની શકતો નથી. એટલે હું તેમને પ્રેમ કરું છું તેમનું સમ્માન કરું છું. મારી ચેતનામાં રહેલા તમામ શુભ ભાવોથી પેદા થતું શ્રેષ્ઠ કર્મ અને તેનું શ્રેષ્ઠ ફળ હું મારા પૂર્વજોને સમર્પિત કરું છું. હું મારી આસપાસ રહેલા તમામ ને વચન આપું છું કે, હું દરેક ક્ષણે મારા આત્મા સાથે સંવાદ માં રચ્યો-પચ્યો રહીશ. મારો આત્મા કહેશે તેમ તમારી સાથે મારા અને તમારા સહઅસ્તિત્વનો ન્યાય કરીશ. પણ હું ક્યારેય તમારો ઉદ્ધારક બનવાની કોશિશ નહિ કરું. કેમ કે હું જાણું છું મારી પાસે જેવો સુંદર આત્મા છે એવો સુંદર માર્ગદર્શક આત્મા તમારી પાસે પણ છે. હું માત્ર એવું ઈચ્છી શકું છું કે તમારું અને મારું સહઅસ્તિત્વ અને જીવન શાંતિપૂર્વક, આનંદદાયક રીતે, કોઈ પણ અવરોધ કે અડચણ વિના સફર કરે. તેમ છતાય તમારામાંથી કોઈને હું ક્યારેય સમજાયો નહિ કે મારા વિચારો અને કર્મો તમારી સાથે મળતા નથી તો ફિકર ના કરશો. હું માત્ર મને સમજવા માટે જ આ પૃથ્વી પર આવ્યો છું. મને પ્રકૃતિએ ખાસ વિશિષ્ટ કાર્ય માટે સર્જ્યો છે. મને એ ખબર નથી કે મારે કયું કાર્ય કરવાનું છે. મારે મારા સર્જનના હેતુ એટલે કે, એ કારણ સુધી પહોચવાનું છે. તમે મને એ જ ક્ષણે વિના વિચાર્યે રત્તીભર દુઃખ અનુભવ્યા વગર મને સ્વતંત્ર મૂકી દો કેમકે મેં તમને લોકોને મારાથી સ્વતંત્ર કર્યા છે. હું પ્રાર્થના કરું છું તમે પણ સ્વતંત્ર થાઓ... મુક્ત થાઓ..

- વિજય મકવાણા